મુખ્ય સામગ્રી પર જાઓ

લાલ મનોહર લીજીએ, મુખવાસ મોરારી

લાલ મનોહર લીજીએ, મુખવાસ મોરારી;
          શ્યામ સોહાગી શામળા, જાઉં મુખ પર વારી...લાલ૦ ૧
જોઈએ તો લાવું જાયફળ, તજ સુંદર તાજી;
         આરોગો મારા નાથજી, રસિયા થઈ રાજી...લાલ૦ ૨
લવિંગ સોપારી એલચી, કાથો ચૂનો મેળાવું;
         નાગરવેલીના પાનની, કાજુ બીડી બનાવું...લાલ૦ ૩
હરિજન દર્શન કારણે, ઊભા ચહુ પાસ;
         માવા મુખ તંબોળની, બ્રહ્માનંદને આશ...લાલ૦ ૪

રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
પ્રસંગ :
મુખવાસ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026