મુખ્ય સામગ્રી પર જાઓ

રતન સિંહાસન ઉપરે રસિયોજી રાજે

રતન સિંહાસન ઉપરે રસિયોજી રાજે,
         અદ્ભૂત શોભા જોઇને, છબી કંદર્પ લાજે. રતન૦ ૧
જામો પહેર્યો જરકસી, સેહરો શિર સારો,
         પીળી ઓઢી પામરી, બેઠા નંદદુલારો. રતન૦ ૨
કમર કટારો શોભતો, પોંચી બેઉ હાથે,
         ઉપરણી ઓપી રહી, મોલીડાં માથે. રતન૦ ૩
ફૂલમાળા ગળે ફુટડી, ધારી ગિરધારી,
         શોભા જોઇ શણગારની, બ્રહ્માનંદ બલીહારી. રતન૦ ૪
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
વિશેષણ :
સંપૂર્ણ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026