મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રાણજીવન પધરાવિયા મંદિરિયાં માંહી

પ્રાણજીવન પધરાવિયા, મંદિરિયાં માંહી,
         પોઢ્યા સારૂં પ્રેમશું, સુખ સેજ બીછાહી. પ્રાણજીવન૦ ૧
પ્રીતમ બેઠા પલંગ પર, આવી અલબેલો,
         રૂડો લાગે રાજવી, છોગાળો છેલો. પ્રાણજીવન૦ ૨
મોહન દીધી મુજને, ફૂલડાંની માળા,
         પગ ચાંપું હું પ્રેમથી, થયા શ્યામ સુખાળા. પ્રાણજીવન૦ ૩
શીખ કરી સર્વે સાથને, પોઢ્યા કુંજવિલાસી,
         બ્રહ્માનંદ હજુરમાં, એકાંતિક દાસી. પ્રાણજીવન૦ ૪
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
પ્રસંગ :
જનરલ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026