વેલેરી ઊઠીને વાલાજીનું વદન નિહારું, જોઈને કમળમુખ દુ:ખ દૂર વિસારું રે ...વેલેરી૦ ૧ વદન વાલાજીનું અતિ સુખકારી, નીરખી નીરખી જાઉં હું તો સરવસ વારી રે...વેલેરી૦ ૨ મુખડું જોયા વિના પાણિયે ન પીવું, પ્રાણજીવનને હું તો જોઈ જોઈ જીવું રે ...વેલેરી૦ ૩ પ્રાણજીવન જોવા મેં તો જનમ ધર્યો છે, જૂઠો રે સંસારિયો સર્વે ત્યાગ કર્યો છે રે ...વેલેરી૦ ૪ પ્રેમાનંદના સ્વામીને કાજે મેલ્યા છે, સંસારિયા સહુ બળતા મેં દાઝે છે રે ...વેલેરી૦ ૫
