મુખ્ય સામગ્રી પર જાઓ

વાલાજી જોવાને હું તો વે’લી ઝબકીને જાગી, આવીને ઊભી છું બાઈ હું તો ખડકીએ લાગી રે

વાલાજી જોવાને હું તો વે’લી ઝબકીને જાગી, આવીને ઊભી છું બાઈ હું તો ખડકીએ લાગી રે ...વાલાજી૦ ૧ ખડકીએ ઊભી ઊભી હરિના ગુણડા રે ગાવું, નીરખી જીવન તનડાના તાપ સમાવું રે ...વાલાજી૦ ૨ વાલોજી દીસે છે બાઈ શોભાના રે ધામ, મોહનજીને મળવાને મને આવ્યો છે કામ રે ...વાલાજી૦ ૩ વાલાજીને જોઈને લોભાણી મતિ મારી, મનડું કરે છે મળવા હું રાખું વારીવારી રે ...વાલાજી૦ ૪ પ્રેમાનંદના સ્વામીને જોઈ, મગન થઈ છું બાઈ હું તો અંગોઅંગ મોઈ રે ...વાલાજી૦ ૫

 

 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રાગ : ચારુકેશી
પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડિંગ ગુણવત્તા : રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
સ્વરકાર : પરંપરાગત
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
પ્રસંગ :
પ્રભાતિયા
વિશેષ નામ :
પ્રેમ,સ્નેહ,હેત,પ્રીત, લક્ષણ
www.swaminarayankirtan.org © 2026