મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અલબેલો બાઈ મારે મંદિર પધાર્યા

આજ અલબેલો બાઈ મારે મંદિર પધાર્યા;
         વાલાજીએ બાઈ મારાં કારજ સાર્યાં રે...આજ૦ ટેક.
થોડું થોડું હસતા, બોલતા મીઠી વાણી;
         ગુણવંત આવ્યા ગોપિયોનાં ચિત્તડાંને તાણી રે...આજ૦ ૧
આવી રે આંગણિયે ઊભા વાલો આળસડું રે મોડે;
         વાલપ વધારી વાલો મુજ સાથે પ્રીત જોડે રે...આજ૦ ૨
પ્રીતડી કરીને વાલે અધરરસ પીધો;
         જનમ સફળ બાઈ મારો હરિવરે કીધો રે...આજ૦ ૩
હરિવર મળિયા આનંદ ઓઘ વળિયા;
          પ્રેમાનંદનો રે સ્વામી આજ અઢળક ઢળિયા રે...આજ૦ ૪

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026