મુખ્ય સામગ્રી પર જાઓ

આજ હું આવી છું મુખ માવાનું જોવા

આજ હું આવી છું મુખ માવાનું જોવા,
           ઘરના જાણે છે ગઈ છે ગાવલડી દોવા રે.આજ૦ ૧ મુખની લાવણ્યતા મીઠી રે વાણી,
           સાંભળતામાં બેની હું તો મનમાં લોભાણી રે.આજ૦ ૨ ભાલ તિલક કેસરનું રે કીધું,
           નયણુંને ચાળે મારું મન હરી લીધું રે.આજ૦ ૩ માયા લાગી છે મુને એના રે મુખની,
           શું કહું વાત અલૌકિક સુખની રે.આજ૦ ૪ બ્રહ્માનંદના સ્વામીને નીરખી,
           હેત ઘણે રે મારા હૈયામાં હરખી રે.આજ૦ ૫

 

 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રાગ : ચારુકેશી
પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડિંગ ગુણવત્તા : રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
સ્વરકાર : પરંપરાગત
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
વિશેષ નામ :
પ્રેમ,સ્નેહ,હેત,પ્રીત, લક્ષણ, દર્શન, મુખ મુખડું વદન, બહાનું, મિષ; ઓઠું; નિમિત્ત; ઢોંગ; જૂઠું કારણ; ખોટું કારણ; મસ
www.swaminarayankirtan.org © 2026