મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અલબેલો રંગ રમીયા રે રજની, સુખની વાત કહું મારી સજની રે

આજ અલબેલો રંગ રમીયા રે રજની, સુખની વાત કહું મારી સજની રે...આ૦ ૧
મોલીડાને ઉપર છોગલા રે મેલી, વહાલોજી પધાર્યા મારે મંદિર હેલી રે...આ૦ ૨
નૌતમ રૂપ અનૂપમ જોઇને, મનડું રહ્યું છે મારું વહાલાજી શું મોઇને રે...આ૦ ૩
લોકની લાજ મરજાદા રે મેલી, ખાંત કરીને મારા પીયુજી શું ખેલી રે...આ૦ ૪
બ્રહ્માનંદના સ્વામીને સંગે, આનંદ વાધ્યો અલોકિક અંગે રે...આ૦ ૫

રેકોર્ડ કરેલ સંસ્કરણ

સ્વરકાર : હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
વિશેષ નામ :
પ્રેમ,સ્નેહ,હેત,પ્રીત, લક્ષણ, લીલા, ચરિત્ર, ક્રીડા, ચેષ્ટા, ટેવ
ભાવ :
હોલી-રંગોત્સવ
www.swaminarayankirtan.org © 2026