મુખ્ય સામગ્રી પર જાઓ

ધન્‍ય વ્રજનારી જેણે વહાલો વશ કીધા, પ્રાણજીવનજી અધરરસ પીધા રે

 ધન્ય વ્રજનારી જેણે વહાલો વશ કીધા, પ્રાણજીવનજી અધરરસ પીધા રે.ધ૦
જેનું રે ઘ્યાન ધરે ત્રિપુરારી, તે આંગણું નચવે વ્રજનારી રે.ધ૦
જે કારણ મુનિ મુખ નવ બોલે, તે ગોપીજન સંગે ડોલે રે.ધ૦
જેનો પાર વેદ નહી પાવે, તે ગ્વાલ સંગ રંગભર ગાવે રે.ધ૦
બ્રહ્માનંદ કહે ધન્ય નારી, જેને હેતે હળ્યા ગિરિધારી રે.ધ૦

રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026