મુખ્ય સામગ્રી પર જાઓ

આજ મારો જનમ સુફલ થયો આલી

આજ મારો જનમ સુફળ થયો આલી,
         છેલછબીલો આવ્યા મારે મંદિરે ચાલી રે...આજ૦ ૧ માથે મુગટ ગળે મોતીડાંની માળા,
         ચિત્તડાંને ચોરે એનાં નયણાંના ચાળા રે.આજ૦ ૨ જરકસી પાઘ કેસરિયે રે વાઘે,
         અલબેલો આવી ઊભા નયણુંને આગે રે.આજ૦ ૩ હેત કરી હસીને તાળી રે લીધી,
         કરુણા કરીને મુને સોહાગણ કીધી રે.આજ૦ ૪ બ્રહ્માનંદનો સ્વામી શ્યામળિયો,
         આજ મારો વહાલો આવી અઢળક ઢળિયો રે.આજ૦ ૫

 

 

રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026