મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અવધપુર આનંદ મંગળ, છાય રહ્યો અતિ ભારી હો

આજ અવધપુર આનંદ મંગળ, છાય રહ્યો અતિ ભારી હો;
          જાયો સુત સુંદર કૌશલ્યા, સુર નર મુનિ સુખકારી હો...આજ૦ ૧
ઉજ્જવલ પક્ષ માસ ચૈત્ર શુભ, તિથિ નવમી શશિ વારી હો;
         પ્રગટ ભયે મધ્યાહ્ન સમે પ્રભુ, કમળાકાંત મુરારી હો...આજ૦ ૨
દાનવ કુળ દાવાનળ પ્રગટે, ભાનુકુળ ભયહારી હો;
         ગાવત સુત માગધ બંદિજન, કુળકી કીરતિ વિસ્તારી હો...આજ૦ ૩
પ્રફુલ્લિત અમર સુમન ઝરી વરસત, નાચત નભ સુરનારી હો;
         પ્રેમાનંદ કહે ત્રિભુવનવાસી, ફુલે પ્રેમ ખુંમારી હો...આજ૦ ૪

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
ભાવ :
ઉત્સવ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026