નૃપ દશરથ ઘર નોબત બાજે, હો રહ્યો જયજયકાર હો;
પ્રગટ ભયે ભાનુકુલ ભૂષન , અખિલ ભુવન ઉજીયાર હો.ન્રુપ. ૧
નવ સાત સાજ સજે પુરનારી, ગાવત મંગળ ચાર હો;
ગજમોતીનકે ચોક પુરાયે , મનિમય તોરન દ્વાર હો.ન્રુપ. ૨
નૃપ દશરથ અતિ પ્રેમ પુલકિ કે, દેત દાન કરી પ્યાર હો;
કંચન મનિ મુક્તા પટ ભુષન, ગજ રથ અશ્વ અપાર હો.ન્રુપ. ૩
નાચત વાર* યોષિતા ગાંધર્વ, કરત ગાન અતિસાર હો;
ભૂસુર કરત વેદધ્વનિ સુંદર, પ્રેમાનંદ બલિહાર હો.ન્રુપ. ૪
