મુખ્ય સામગ્રી પર જાઓ

આજ વધાઇ અવધપુર માંઇ, વાજત અતિ મનભાઇ હો

આજ વધાઇ અવધપુર માંઇ, વાજત અતિ મનભાઇ હો;
         જાયો સુત કૌશલ્યા રાની, સુર નર મુનિ સુખદાઇ હો.આજ. ૧
રામજનમ સુની સબ નરનારી, પ્રફુલ્લિત ભયે હરખાઇ હો;
         નગર ડગર સબ હવન અટારી, સરસ સંવારી બનાઇ હો.આજ. ૨
વાજત વાજા વિવિધ ભાતકે, શબ્દ રહ્યો નભ છાઇ હો;
         મંગળ ગાન કરત પુર વનિતા, છબી વરની નહિ જાઇ હો.આજ. ૩
દધિ હરદી મૃગમદ મુખલેપન, નગરનારી લપદાઇ હો;
         પ્રેમાનંદ અવધપુરકી છબી , કહત શેષ સંકુચાઇ હો.આજ. ૪
 
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026