મુખ્ય સામગ્રી પર જાઓ

રામજન્મ સુની સુરનર મુનિજન, પ્રેમફૂલકી અતિ હરખે હો

રામજન્મ સુની સુરનર મુનિજન, પ્રેમફૂલકી અતિ હરખે હો;
         નાચત દેવ વજાવે દુંદુભિ, મુદિતે સુમન ઝરી વરખે હો...રામ.૧
પ્રગટ ભયે મધ્યાહ્ન સમે પ્રભુ, અતિ સુંદર તનું ધરકે હો;
         સહસા ત્રાસ ભયો અસુરન ઉર, વામ નયન ભુજ ફરકે હો...રામ.૨
સબ વિધિ સગુન ભયે સંતનકે, અશુભ ભયે નિશાચરકે હો;
         પૌલસ્ત્ય દશ શિશ બિના તન, નગન પર્યો ભુવિ મરકે હો...રામ. ૩
જય જય કરત સિદ્ધ મુનિ ગાંધર્વ, પરમ ભક્ત રઘુવરકે હો;
         પ્રેમાનંદ કહે તન મન ધન જન, વારત અવધનગરકે હો...રામ. ૪

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026