મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અવનિ પર આનંદ છાયો, હો રહ્યો જયજયકાર હો

આજ અવનિ પર આનંદ છાયો, હો રહ્યો જયજયકાર હો...આજ૦ ટેક
          ધન્ય ધન્ય આજ દિવસ મંગળમય, લીયો નરઋષિ અવતાર હો...આજ૦ ૧
ભાદ્ર માસ શુકલ તિથિ દ્વિતીયા, અતિ સુંદર ગુરુવાર હો;
         ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર શુભ, અભિજીત મુહુર્ત સાર હો...આજ૦ ૨
હિમાલય ગિરિરાજ શિખરપર, ધર્યો ગર્ભ ઇન્દ્ર ઉદાર હો;
         દિન મધ્યાહ્ન સમે પ્રભુ પ્રગટે, સુંદર કુંતીકુમાર હો...આજ૦ ૩
મહા મહોત્સવ ભયો સુરપુરમેં , ગાવત મંગળ ચાર હો;
         પંચ શબ્દ વાજિંત્ર બજાવત, પ્રેમાનંદ બલહાર હો...આજ૦ ૪ 

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
ભાવ :
જન્મોત્સવ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026