મુખ્ય સામગ્રી પર જાઓ

ઉત્સવ આજ સુભગ અર્જુનકો, પ્રગટે નર રણધીરા હો

ઉત્સવ આજ સુભગ અર્જુનકો, પ્રગટે નર રણધીરા હો; ઉત્સવ.
         પંચ શબ્દ વાજીંત્ર વજાવો, ગાવો ગુન ગંભીરા હો. ઉત્સવ. ૧
પહિરાવો કંચન મણિ ભૂષન, હરિકે શ્યામ શરીરા હો;
         કિરીટ મુગટ મકરાકૃતિ કુંડળ , ઉર વૈજ્યંતી રૂચિરા હો. ઉત્સવ. ૨
કટિનિખંગ પરિધાન પીતપટ, કરવર શુભ ધનુ તીરા હો;
         વામ પૃષ્ઠતટ ચર્મ કનકમય , અક્ષય સરસ તૂણીરા હો. ઉત્સવ. ૩
કરી નૈવેદ્ય ધરો હરિ આગે, ઘૃતસાકર પુરી ક્ષીરા હો;
         પ્રેમાનંદકો નાથ જીમીકે, દેહો પ્રસાદી નરવીરા હો. ઉત્સવ. ૪
 
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
વિવેચન:

પદ ૮૧૨ મું. –રાગ સારમ્ગ –પદ ૪/૪

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026