મુખ્ય સામગ્રી પર જાઓ

અભિનવો આનંદ અમલ દશો દિશ, પ્રગટે જય જયકારી હો

અભિનવો આનંદ અમલ દશો દિશ,
             પ્રગટે જય જયકારી હો;અભિ.
બજત દુંદુભિ વિબુધ ભવનમેં,
              ગાવત સુરપુર નારી હો.અભિ. ૧
બરખત અમર સુમન ઝરી પ્રમુદિત,
             જયજય શબ્દ ઉચ્ચારી હો;
સુત માગધ બંદિજન જાચક,
             ગાવત જશ વિસ્તારી હો.અભિ. ૨
પુલકિત ભયે ઋષિગણ અગણિત,
             મહાનૈષ્ટિક વ્રતધારી હો;
પરમ પુરુષ પાંડુકુળ પ્રગટે,
             સુરસજ્જન ભયહારી હો. અભિ. ૩
જાતકકર્મ કરાયો પાંડવ,
             વિધિવત સરસ સંવારી હો;
પ્રેમાનંદ મહાદ્વિજવરકું,
             દિયો દાન બડભારી હો. અભિ. ૪
 
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026