શ્યામ સનેહી કોનસંગ જાગે, કહાં અનુરાગે, રજની કહાં જ્યું બિહાની...શ્યામટેક
પ્રેમકી બતિયાં કહેકું ઉરાત*, રહો જ્યું પિયા સબહી હમ જાની...શ્યામ૧
શિથિલ શ્રમીત અંગ રાતે રે નેના, અધર અંજન મુખ તોતરીસી બાની....શ્યામ૨
મદનકે શર છૂટે સેજઉકે સુખ લૂટે, ઉરમેં પ્રગટ નખક્ષતકી નિશાની...શ્યામ૩
પ્રેમાનંદકે પિયા તોસે કોન જોરે જીયા, સબ કુટિલાઇ નખશિખ લો સમાની....શ્યામ૪
