મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રાતઃ સમે સખી નિરખોરી પ્યારો, પીતપટવારો નવરંગ નેનાકો તારો

પ્રાતસમે સખી નિરખોરી પ્યારો, પીતપટવારો નવરંગ નેનાકો તારો. પ્રાત. ટેક
            અરુનોદયે શ્યામ શોભારે બરનું, છાય રહ્યો પ્રેમ અંગ અંગ ન્યારો. પ્રાત. ૧
લટપટી પાઘ શિર નીલાંબર ઓઢે, ઉર નવસરિયો હાર લે ધારો. પ્રાત. ૨
            શ્રમજલ કરન ભર બદન કમલ છબી, નેના શિથિલ કપોલની પીકગારો. પ્રાત. ૩
પ્રેમાનંદ છબી નિરખી હસત સખી, સકુચી ઠાડો ત્રિભોવનકો ઉજારો. પ્રાત. ૪

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026