મુખ્ય સામગ્રી પર જાઓ

એક અમને તો સહજાનંદ સ્વામી સંગાથે પ્રીતડી

એક અમને તો સહજાનંદ સ્વામી સંગાથે પ્રાતડી |
         કુરબાન કરૂં, તન, મન, ધન, પ્રભુ ઉપર રૂડી રીતડી ||ટેક||
કોઇ પૂર્વતણા સુક્રત ફળ્યાં તૈં સહજાનંદ સ્વામી મળ્યા ||
         હવે જન્મ મરણ ફેરા ટળીયા....એક અમને તો (૧)
નામ સ્વામિનારાયણ જ્યાં જાપ્યું, ત્યાં કોટી જન્મ પાતક કાપ્યું |
         અંતે અક્ષરધામ ઇનામ આપ્યું....એક અમને તો (૨)
હવે બીજાનું નથી રે બાનું, છળ કરીને શીદ રાખું છાનું |
         પડ્યું પુરષોત્તમથી રે પાનું--એક અમને તો (૩)
એ નારાયણ છે બહુનામી, મુળ અક્ષર મુક્તતણા સ્વામી |
          રહો માવ રૂદે અંતરજામી....એક અમને તો (૪)
 
રચયિતા :
માવદાનજી રત્નું
વિવેચન:

 શ્રીજી મહીમા-ચતુષ્પદિ. (૧૩)   

 
૧૩ ૧/૪                              (પદ ૧ લુ)
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026