સહુ આવો તમે, સ્વામિનારાયણને શરણે આજથી ||
શીદ લજ્જાઓ છો, સમજુ થઇને લોકડીઆની લાજથી ||ટેક||
વ્રતમાન ધરી પાતક બાળો, ચોરી આદી વ્યસનો ટાળો ||
શિક્ષાપત્રીના નિયમ પાળો.... સહુ આવો તમે, (૧)
છે એકાંતિક સાધુ એવા, જીવને તો કરે છે શીવ જેવા ||
તેને શરણે જઇ થાઓ તેવા.... સહુ આવો તમે, (૨)
શીદ જાઓ છો જ્યાં ત્યાં ધાઇ, ભ્રમણામાં કાં ભટકો ભાઇ ||
અતિ ઉત્તમ મોક્ષ મળે આંઇ.... સહુ આવો તમે, (૩)
કવિ માવ કહે છે આ વાત ખરી, ભાવેથી ભજજો શ્રીજી હરિ ||
તો જરૂર જશો કુળ સહિત તરી.... સહુ આવો તમે, (૪)
