મુખ્ય સામગ્રી પર જાઓ

આ વાત નક્કી, સમજુ જનને મન તો સારી લાગશે

આ વાત નક્કી, સમજુ જનને મન તો સારી લાગશે ||
જો સમજાશે, તો કોટી જનમની તેની ખામી ભાંગશે  ||ટેક||
અવતાર ધર્યા ચોવીસ જ્યારે, કોઇ નિમિત કાર્ય કર્યા ત્યારે ||
          કહો ધર્મનું સ્થાપન કર્યું ક્યારે....આ વાત નક્કી. (૧)
કોઇ અવતારે અસુરો માર્યાં, કોઇએ પાણી ઉપર પથરા તાર્યા ||
         તોય મનુષ્ય રૂપે સહુએ ધાર્યા....આ વાત નક્કી. (૨)
આ તો અવતારના છે અવતારી, અગણીત જીવોને ઉદ્ધારી ||
         એકાંતિક ધર્મ ધર્યો ભારી....આ વાત નક્કી. (૩)
કળીયુગમાં નારાયણ ગાવે, પળમાં પ્રભુ ધામ નક્કી પાવે ||
         કવિ માવ કહે ભજજો ભાવે....આ વાત નક્કી. (૪)
રચયિતા :
માવદાનજી રત્નું
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026