મુખ્ય સામગ્રી પર જાઓ

એક વાત કહું, સહજાનંદ સ્વામીમાં સઘળું સુખ છે

એક વાત કહું, સહજાનંદ સ્વામીમાં સઘળું સુખ છે;
          જન વિચાર જરી, માઇક સુખ તો સૌથી મોટું દુઞ્ખ છે...ટેક
અંગ આધી, વ્યાધિ, ઉપાધિ, અળગાં કરજે કમર બાંધી;
          ચિત નારાયણથી દે સાંધી...એક વાત કહું૦ ૧
કોઇ દેવ, દેવીથી નહીં ડરજે, નિધડક થઇને જગમાં ફરજે;
          નિત્ય નારાયણ સમરણ કરજે...એક વાત કહું૦ ૨
દેહ, આત્માંથી જુદો જાણી, પુરુષોત્તમ લેજે પીછાણી;
          નહીતર તો છે ચારે ખાણી...એક વાત કહું૦ ૩
કવિ માવ કહે ખાઇ સમને, જેવું રે જણાયું છે અમને;
          તેવું જ કહ્યું છે રે તમને...એક વાત કહું૦ ૪

રચયિતા :
માવદાનજી રત્નું
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026