મુખ્ય સામગ્રી પર જાઓ

જાદુગારા પ્યારા ભકિતરા કુમાર

જાદુગારા પ્યારા ભકિતરા કુમાર,
          મનડો હર્યો છે મારો હરિ યાર. જાદુ...ટેક.
ટેડી બાંધી છે શિર પાઘ મનોહર,
         છોગુ શોભે છે માંઇ મુગટ આકાર...જાદુ.૧
વામ ભાગ ઝુકી અજબ પેચાળી,
         ઝલકી રહ્યાં છે કનકરા તાર...જાદુ.ર
રતન જડીત શિર પેચ કલંગી,
         મોતીરા તોરા છે અતિ છબીદાર...જાદુ.૩
કૃષ્ણાનંદ કહે થારી પાઘ છટા પર,
         વારૂ પ્રાણ મન કરી અતિ પ્યાર...જાદુ.૪ 
રચયિતા :
કૃષ્ણાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026