મુખ્ય સામગ્રી પર જાઓ

પ્યારી માને લાગે રાજ થારી ચાલ

પ્યારી માને લાગે રાજ થારી ચાલ,
         ચિતડો ચોરે છે મારો વૃષલાલ. પ્યા.ટેક.
ચટકતી ચાંખડી ચરનમેં પેરી,
         રાજે છે કરમેં નવલ રૂમાલ. પ્યારી. ૧
લટકતી ચંચલ ચલની સુંદર,
જોઇ લજાઇ ગયો વનમે મરાલ. પ્યારી. ર
કેસર તિલક અનુપ કીયો હે,
         ભાલ છે વિશાલ અધરબિંબ લાલ. પ્યારી.૩
કૃષ્ણાનંદ કહે બંકી ભ્રકુટી વિલોકી,
         કંપે છે મનમેં થરથર કાલ. પ્યારી. ૪

રચયિતા :
કૃષ્ણાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026