મુખ્ય સામગ્રી પર જાઓ

આછી માને લાગે છબી થારી છેલ

આછી માને લાગે છબી થારી છેલ,
ચીતડો ચોરે છે મારો રંગ રેલ. આછી.... ટેક.
શ્વેત બસન તન સુંદર ધરીયાં,
          શ્વેત પાઘ શિર અજબ ધરેલ. આછી. ૧
સુમનરા તોરા હાર ગુછ બાજુબંધ,
         ફૂલના ગજરા ધાર્યા અલબેલ. આછી. ર
ચિતવની ચંચલ જન મન રંજન,
         છડી સોનેરી પ્યારી કરમેં લીધેલ. આછી. ૩
કૃષ્ણાનંદકે અવતારી હરિવરને,
         ભાળીને નજરાં મનડાં ઠરેલ. આછી. ૪

 

 

રચયિતા :
કૃષ્ણાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026