મુખ્ય સામગ્રી પર જાઓ

ગાવું પરમાંનંદ પરબહ્મ, પુરુષોત્તમ નાથજી રે લોલ

ગાવું પરમાનંદ પરબહ્મ, પુરુષોત્તમ નાથજી રે લોલ;          કરવા આવ્યા જનનાં કાજ, મુક્ત લાવ્યા સાથજી રે લોલ...૧ બ્રાહ્મણ કુળે ધરિયો દેહ, ધર્મ શુદ્ધ સ્થાપવા રે લોલ;          તેજોમય અક્ષર જેનું ધામ, આવ્યા સુખ આપવા રે લોલ...૨ અગણિત જીવ કર્યા ભવપાર, પો’ચાડયા નિજ ધામમાં રે લોલ;          જ્ઞાન વૈરાગ્યે સહિત ભક્તિ, સ્થાપી સૌ ગામમાં રે લોલ...૩ બેની શી કહું મુખથી વાત, અલૌકિક આજની રે લોલ;          વિચર્યા રસિયો સર્વે દેશ, શોભા મહારાજની રે લોલ...૪ રાજી કર્યા અનંત નર ને નાર, સભા કરી શામળે રે લોલ;          સજની આવ્યા શ્રીહરિ ઘેર, જોને આજ આમળે રે લોલ...૫ વાલો નીરખ્યા જેણે એકવાર, થયા ભવપારને રે લોલ;          જ્ઞાનના નાથને શરણે થઈ, ભજો કિરતારને રે લોલ...૬

 

 

રચયિતા :
જ્ઞાનાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026