મુખ્ય સામગ્રી પર જાઓ

શ્રીહરિકૃષ્ણ શ્રીઘનશ્યામ, ભજો નીલકંઠજી રે લોલ

શ્રીહરિકૃષ્ણ શ્રીઘનશ્યામ, ભજો નીલકંઠજી રે લોલ; સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપ, ગાયે સુખકંદજી રે લોલ...૧ નારાયણ મુનિ આદિ રૂડા, નામ મુખ્ય જાણજો રે લોલ; રાધા રમા અક્ષરમુક્તના નાથ, પ્રગટ ઉર આણજો રે લોલ...૨ ઉત્પત્તિ પાલન કરે સંહાર, અગણિત લોકને રે લોલ; કાળ માયા બ્રહ્મા ભવ આજ્ઞા, પાળે મૂકી શોકને રે લોલ...૩ અગ્નિ વરુણ સૂર્ય વાયુ, અગણિત જીવને રે લોલ; આપે ફળ યોગ્ય પરબ્રહ્મ, કર્યા જોગી શિવને રે લોલ...૪ જેને ભજતાં જાયે દુ:ખ, કરે કલ્યાણને રે લોલ; આવ્યા વડતાલે ઘનશ્યામ, વર્યા સુજાણને રે લોલ...૫ ફેલાવ્યા ભક્તિ ધર્મ ગામોગામ, વિચર્યા સૌ દેશમાં રે લોલ; જ્ઞાનમુનિ કેરા સ્વામી આજ, રહ્યા વર્ણીવેષમાં રે લોલ...૬

 

 

રચયિતા :
જ્ઞાનાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026