આ સમે કરી છે પૂરણ મહેર, અતિ કરુણા કરી રે લોલ;
કરવા સત્ય પોતાનાં વેણ, ધર્મને કહ્યાં હરિ રે લોલ ...૧
વિચર્યા સર્વે તીરથમાંય, પાવન કર્યાં માવજી રે લોલ;
મતવાદી જીતીને કીધા વશ, નટવર નાવજી રે લોલ ...૨
ખાખી સંન્યાસી પંડિતનું, કાંઈ નવ ચાલિયું રે લોલ;
સભામાં ઉત્તર થયો ન એકે, તે મનમાં સાલિયું રે લોલ ...૩
દીવાન શાસ્ત્રી જોષી અપાર, ગર્વ કરી આવિયા રે લોલ;
જેણે જે જે પૂછી વાત, ઉત્તર હરિ આપિયા રે લોલ ...૪
સુણી સર્વે અનુપમ વાત, આચરજ પામિયા રે લોલ;
સર્વે છોડી પોતાનો મત, સ્વામી શિર સોંપિયા રે લોલ ...૫
વા’લે મારે આપ્યા પરચા અપાર, સમાધિ કરાવિયું રે લોલ;
જોઈને અનંત નરનારી દેવ, હરિની જય બોલાવિયું રે લોલ ...૬
સાધુ બ્રહ્મચારીની સુણી રીત, ઘણું રાજી થયા રે લોલ;
જ્ઞાનમુનિ કેરા સ્વામીને શરણ, થઈ સરવે રહ્યાં રે લોલ ...૭
