મુખ્ય સામગ્રી પર જાઓ

ચાલોને જીવનને જોવા જમુનાને તીર રે

ચાલોને જીવનને જોવા IIજમુનાને તીર રેII ચાલો II
ઘરનાં માણસ આડ્ય કરે તો II
           લૈ મિષ ભરવા નીર રેII ચાલો II ૧ II
નિજ સખા સંગે અતિ ઉમંગે II
           ખેલ કરે બલવીર રેII ચાલો II ૨ II
ડબકી મારે નીર ઉછારે  II
           સુંદર શ્યામ શરીરII ચાલો II ૩ II
ભૂમાનંદનો વાલો ગાવે II
           ઘેરો રાગ ગંભીર રેII ચાલો II ૪ II 
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026