મુખ્ય સામગ્રી પર જાઓ

મોહન ઉપર લઇને મારું તન ધન નાખું વારી રે

મોહન ઉપર લઇને મારું II
           તન ધન નાખું વારી રે II મો II
રાત દિવસ રૂદિયામાં રાખું II
           મૂર્તિ મનોહર ધારી રે II મો II ૧ II
પ્યારાને ગૂંથી પેરાવું II
           ગજરા હાર હજારી રે II મો II ૨ II
અધ ક્ષણું અળગા નવ મેલું II
           જીવન દોરી છે મારી રે II મો II ૩ II
ભૂમાનંદના નાથને જોઇને II
           લિયું લોચનિયા ઠારી  II મો II ૪ II

રચયિતા :
ભૂમાનંદ સ્વામી
વિવેચન:

૬૪૭A     પદ-૪/૪

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026