મુખ્ય સામગ્રી પર જાઓ

મારગમાં મલપંતો આવે નાઇને નંદલાલ રે

મારગમાં મલપંતો આવે II
          નાઇને નંદલાલ રે II મા II
જરકસી જામો પિતાંબર પેરી II
         ઓઢીને નવલ દુશાલ રે II મા II ૧II
પાઘ પેચાલી તોરા માંઇ ધારી II
         ચાલે ચટકતી ચાલ રે II મા II ૨II
ચારે કોરે વૃંદ સખાના II
         વજાવે મૃદંગ તાલ રે II મા II ૩II
ગામ ગોકુલને ઘેલું  કરતા II
         ભૂમાનંદનો વાલ રે II મા II ૪II

રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026