મુખ્ય સામગ્રી પર જાઓ

આ જોને અલબેલો મારે આંગણે ઉભા આવી રે

આ જોને અલબેલો મારે II
          આંગણે ઉભા આવી રે II આ II
મોહનવર મળવાને મુને II
         નૌતમ વેશ બનાવી રે  II આ II ૧II
ગજરા બાજુ ગુચ્છ ગુલાબી II
         તોરે પાઘ શોભાવી રે  II આ II ૨ II
દેહ ધર્યાનું ફળ આજ મળ્યું II
         મનની ઇચ્છા ફાવી રે II આ II ૩ II
ભૂમાનંદના વાલાની હું II
         આજ દિવસથી કાવી રે II આ II ૪ II
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026