મુખ્ય સામગ્રી પર જાઓ

આજ આવ્યો અવસર અણમૂલો

આજ આવ્યો અવસર અણમૂલો,
         ના ભૂલો ઘડી ભગવાન રે, સહુ સ્મૃતિ રાખો શ્યામની...૧ 
સ્મૃતિ માટે સાચી ભક્તિ કરો,
         રાખો ધર્મ વૈરાગ્ય જ્ઞાન રે...સહુ સ્મૃતિ૦ ૨
હરિ સ્મૃતિ સાચું સુખ છે,
         વિસ્મૃતિ છે મોટું દુ:ખ રે...સહુ સ્મૃતિ૦ ૩
થાવું જાણી જાણી વિષયવિમુખ,
         તો મન રહે હરિ સન્મુખ રે...સહુ સ્મૃતિ૦ ૪
જાણો મૂર્તિ સુખનું ધામ છે,
         પંચવિષય દુ:ખનું દર રે...સહુ સ્મૃતિ૦ ૫
કરી સાચા સંતનો આશરો,
         કરો જબરો અખંડ આદર રે...સહુ સ્મૃતિ૦ ૬ 
નર તનનું તો એ ફળ છ ે , 
         તજી ભોગ ભજો ભગવાન રે...સહુ સ્મૃતિ૦ ૭ 
વારે વારે નર તન મળે નહીં,
          થઈ જ્ઞાનજીવન સાવધાન રે...સહુ સ્મૃતિ૦ ૮

ભાવ :
ઉપદેશ
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026