મુખ્ય સામગ્રી પર જાઓ

હરિમૂર્તિ સર્વનું કારણ છે

હરિમૂર્તિ સર્વનું કારણ છે,
          કારણનું ધ્યાન ધરાય રે, સહુ અંગ પાડોને ધ્યાનનું...૧
કાર્યને સહુ એ ભૂલી જાવું ,
         એને ભૂલતા સુખ સદાય રે...સહુ અંગ૦ ૨
પેલી મૂર્તિમાં પ્રીતિ દૃઢ કરો,
         જાણો વિષયને વૈરી આગ્ય રે...સહુ અંગ૦ ૩
પાળી ધર્મ ને આત્મનિષ્ઠા કરો,
         અતિ પક્વ કરો વૈરાગ્ય રે...સહુ અંગ૦ ૪
કાર્ય તો પહેલા હતું જ નહીં,
         વળી રહેશે નહીં કહું કાંય રે...સહુ અંગ૦ ૫
જે સદા છે તેનું ધ્યાન ધરો,
         હરિ સંભારોને સદાય રે...સહુ અંગ૦ ૬
હરિ હતા હતા ને રહેશે સદા,
         એનો નાશ કદી ના થાય રે...સહુ અંગ૦ ૭
બીજું હતું નહીં રહેશે નહીં,
         જ્ઞાન એને ના સંભારાય રે...સહુ અંગ૦ ૮

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026