મુખ્ય સામગ્રી પર જાઓ

એક શ્રીહરિ મોક્ષના દાતા છે

એક શ્રીહરિ મોક્ષના દાતા છે,
          બીજા દાતા સાચા સંત રે, સહુ સત્સંગ કરો સ્નેહથી...૧
જો કપટ તજો તો લાભ મળે,
         આવે જન્મ મરણનો અંત રે...સહુ સત્સંગ૦ ૨
મળે પ્રગટ હરિ કાં સંત મળે,
         ત્યારે તરત જ કલ્યાણ થાય રે...સહુ સત્સંગ૦ ૩
માટે અર્પાય જાવું સાચાને,
         મન ધાર્યું ન કરો કાંય રે...સહુ સત્સંગ૦ ૪
મનમુખી દુ:ખી જાણો સદા,
         સંતમુખી સુખી સદાય રે...સહુ સત્સંગ૦ ૫
માન મૂકી આવો મેદાનમાં,
         તો જેમ છે તેમ જણાય રે...સહુ સત્સંગ૦ ૬ 
જે રહે છે દાસના દાસ થઈ,
         તેને શ્રીહરિ રહે છે પ્રસન્ન રે...સહુ સત્સંગ૦ ૭
વરો વ્હાલાને વિષય વેરી ગણી,
         ભજો અખંડ જ્ઞાનજીવન રે...સહુ સત્સંગ૦ ૮

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026