મુખ્ય સામગ્રી પર જાઓ

આ વારે આનંદ, આપ્યો સહજાનંદ

આ વારે આનંદ, આપ્યો સહજાનંદ,
શ્રીજી સુખકંદ, ટાળ્યા મારા ફંદ,
         હરિ જગવંદ, મળ્યા સહજાનંદ,
         હતિ મતિ મંદ, કરી જગવંદ...આ વારે૦ ૧
સુખ શ્રીજી તારું, સદા થયું મારું,
હવે શું સંભારું, હૈયે તુંને ધારું,
         ટળી તારું મારું, થયું છે અમારું,
         માયા કેરું લારું, કાઢયું પરબારું...આ વારે૦ ૨
કર્યે કાયા ક્લેશ, નવ ટળે ક્લેશ,
મળે કૃપા લેશ, પામે સુખ બેશ,
         મારો રાગ-દ્વેષ, ટાળ્યો પરમેશ,
         શોભાવ્યો વિશેષ, જ્ઞાન સાધુવેશ...આ વારે૦૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
પ્રકિર્ણ
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026