મુખ્ય સામગ્રી પર જાઓ

કરી કૃપા અતિ, વ્હાલા સંતપતિ

કરી કૃપા અતિ, વ્હાલા સંતપતિ,
અતિ અતિ અતિ, સુધારી મારી મતિ,
          વ્હાલા મારે થતી, ભૂલ બહુ હતી,
         રહી હવે જતી, હવે નથી થતી...કરી૦ ૧
પ્યારા તારો પ્યાર, મળ્યો છે અપાર,
ભક્તિના કુમાર, હૈયા કેરા હાર,
         કરીને સ્વીકાર, વ્હાલા મારો પ્યાર,
         સુખડું અપાર, આપો છો આ વાર...કરી૦ ૨
કાળના રે કાળ, હરિ ભક્તિબાળ,
મુજ પ્રતિપાળ, છબી સુખજાળ,
         મારા રખવાળ, પ્રભુ તતકાળ,
         છોડાવી જંજાળ, ઉગાર્યો જ્ઞાન બાળ...કરી૦ ૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
પ્રકિર્ણ
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026