મુખ્ય સામગ્રી પર જાઓ

ટાળવા’તા જે મે, ટળે નહીં કેમે

ટાળવા’તા જે મે, ટળે નહીં કેમે,
એવા શત્રુ જે તે, ટાળ્યા વ્હાલા તમે,
          કરી રક્ષા તમે, મારી સમે સમે,
         વ્હાલા મને ગમે, એમ કર્યું તમે...ટાળવા’તા૦ ૧
અહો રે દયાળુ, કેવા રે કૃપાળુ,
હરિ છો હેતાળુ, મહા રે સુખાળુ,
         મુખડું રૂપાળું હાસ્ય મરમાળું,
         અખંડ હું ભાળું, મને કેમ વાળું...ટાળવા’તા૦ ૨
તન મન ભાન, ભૂલી ભગવાન,
તુજમાં મસ્તાન, કરી મને કાન,
         આપી તારું જ્ઞાન સુખડું મહાન,
         થઈ ગુલતાન, જોઈ ભીનો વાન...ટાળવા’તા૦ ૩

પુસ્તક :
કીર્તનમાળા-૧
ભાવ :
પ્રકિર્ણ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026