મુખ્ય સામગ્રી પર જાઓ

હરિ તારો હાથ, સદા મુજ માથ

હરિ તારો હાથ, સદા મુજ માથ,
તારો છે સંગાથ, સદા મારે સાથ,
          લઈ મને બાથ, ગળે નાખી હાથ,
         આપ્યું સુખ નાથ, ઝાલી મારો હાથ...હરિ૦ ૧
વ્હાલા મારા સ્વામી, તમને હું પામી,
દુ:ખ સર્વે વામી, મહા સુખ પામી,
         હે નામના નામી, હે ધામના ધામી,
         ટળી મારી ખામી, તારા સુખે જામી...હરિ૦ ૨
વ્હાલા મારે મનડે, અને વળી તનડે,
નહિં દુ:ખ પડે, કાળ કર્મ વડે,
         મોટા મુક્તો જડે, તારી કૃપા વડે,
         પ્રેમે મને ઘડે, જ્ઞાન હેતે રડે...હરિ૦ ૩

ભાવ :
પ્રકિર્ણ
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026