મુખ્ય સામગ્રી પર જાઓ

આજ આનંદ દાદાના દરબારમાં જો

આજ આનંદ દાદાના દરબારમાં જો,
          રૂડો દ્વાદશી દિન સવારમાં જો...આજ૦ ૧
વાગે મંગળ વધાઈ ગોપ ગોપિયું જો,
          પ્રતિષ્ઠાનું મૂરત રૂડું રોપિયું જો...આજ૦ ૨
રચ્યો યજ્ઞકુંડ રળિયામણો જો,
          વેદ વિધિ મંત્ર ભણે બ્રાહ્મણો જો...આજ૦ ૩
હવનકુંડમાં હોમવા હવિષ્યાન્નને જો,
          પેલા સ્થાપન કીધા દેવસ્થાનને જો....આજ૦ ૪
આપી આહુતિ અગ્નિ સ્થાપન કરી જો,
          દાસ હરિ કહે નારાયણ નામ ઉચ્ચારી જો...આજ૦ ૫

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026