મુખ્ય સામગ્રી પર જાઓ

દુરગપુરમાં દેવળ ગોપીનાથનાં જો

દુરગપુરમાં દેવળ ગોપીનાથનાં જો;
          ચણાવેલ સ્વામિનારાયણના હાથનું જો...દુરગપુર૦ ૧
ચોવીસ તત્ત્વનું દેવળ આ બનાવિયું જો;
         ચોવીસ શિખર દેવળ આ ચણાવિયું જો...દુરગપુર૦ ૨
ચોવીસ અવતાર સનાતન શાસ્ત્ર કહે જો;
         ચોવીસ સ્વરૂપ અખંડ આવી ત્યાં રહે જો...દુરગપુર૦ ૩
ચોવીસ કળશ સોનાના ચડાવિયા જો;
         ચોવીસ મંત્ર બ્રહ્મા આગળ ભણાવ્યા જો...દુરગપુર૦ ૪
ચોવીસ એકાદશિયો આવીને રહે જો;
          ચોવીસ પદ રચી દાસ હરિ કહે જો...દુરગપુર૦ ૫

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026