મુખ્ય સામગ્રી પર જાઓ

રૂડો મંડપ રચ્યો ઉત્તમને આંગણે જો

રૂડો મંડપ રચ્યો ઉત્તમને આંગણે જો,
         ચાર વેદ આવીને બ્રહ્મ ભણે જો...રૂડો૦ ૧ 
દેવ તેત્રીસ કોટી ત્યાં તેડાવિયા જો,
          શેષ મહેશ ગણેશ આદી આવિયા જો...રૂડો૦ ૨
પ્રેમે મુક્તો પધાર્યા પાંચ ધામના જો,
         સ્નેહે દરશન કરવાં શ્રીઘનશ્યામનાં જો...રૂડો૦ ૩ 
પાટોત્સવની આરતી પ્રભુએ કરી જો, 
         ભેટયા ગોપીનાથને ભાવે ભરી જો...રૂડો૦ ૪ 
અમે રહીશું આમાં કરી વાસને જો,
         શ્રીજી કહે સુખ દેવા હરિ દાસને જો...રૂડો૦ ૫

પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026