મુખ્ય સામગ્રી પર જાઓ

ગઢડામાં મૂરતી ગોપીનાથની જો

ગઢડામાં મૂરતી ગોપીનાથની જો;
          સ્થાપેલ સ્વામી સહજાનંદ હાથની જો...ગઢડામાં૦ ૧
સંવત અઢારસો ને પંચ્યાશીએ જો;
          આસો માસ અજવાળી દ્વાદશીએ જો...ગઢડામાં૦ ૨
ધરમ ભક્તિને રાખી પોતા પાસળે જો;
          વાસુદેવરૂપે રહ્યા શ્રીજી એ સ્થળે જો... ગઢડામાં૦ ૩
શ્રીકૃષ્ણ બળદેવ રાણી રેવતી જો;
          સૂર્યનારાયણની છબી શોભતી જો... ગઢડામાં૦ ૪
ઊભા ગોપીનાથજી રાધિકા સંગે જો;
          દાસ હરિ દરશન કરો ઉમંગે જો... ગઢડામાં૦ ૫

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026