કર પ્રીતે ભજન ઘનશ્યામનું જો, લેને નામ મુખે શ્રીરામનું જો-ટેક
અતિ પ્રેમે નારદજીએ પ્રીછીયા જો, ભજી પ્રીતે પ્રભુનું મન થયા જો-કર૦ ૧
રાજા જનક જાણી એવા મર્મને જો, ભજ્યા બ્રહ્મ થઈને પરબ્રહ્મને જો-કર૦ ૨
ભજ્યા પાંચ પાંડવે હેતમાં જો, કરી સહાય તેની રણક્ષેતમાં જો-કર૦ ૩
હેતે ભજ્યા હનુમાન જતિએ જો, રાખ્યા સમીપ સેવામાં શ્રીપતિએ જો-કર૦ ૪
દાસ હરિ કે ભજ્ય આનંદમાં જો, શાને ભટકે રિયો ભવફંદમાં જો-કર૦ ૫