મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રાણી ભજને પ્રીતે પરબ્રહ્મને જો, ટાળે પૂરવ કેરાં કરમને જો

પ્રાણી ભજને પ્રીતે પરબ્રહ્મને જો, ટાળે પૂરવ કેરાં કરમને જો-ટેક
તજ્યો પિતા પ્રહ્લાદજીએ પ્રીતશું જો, રાખ્યા પ્રભુ હૃદિયે રૂડી રીતશું જો-પ્રા૦ ૧
તજી વિભીષણ નિજ જેષ્ઠ ભ્રાતને જો, ભજ્યા રામ પ્રગટ સાક્ષાતને જો-પ્રા૦ ૨
ભજ્યા પતિ તજીને ગોવાલણી જો, વાલે રાધા રમાને તોલે ગણી જો-પ્રા૦ ૩
ભજ્યા પંચાળીએ અતિ પ્રીતશું જો, રાખી લજ્યા તેની રૂડી રીતશું જો-પ્રા૦ ૪
દાસ હરિના નાથ ભજો નેહશું જો, રાખી હેત પ્રીત નિત એહશું જો-પ્રા૦ ૫

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026