મુખ્ય સામગ્રી પર જાઓ

લેને નામ નારાયણ મુખથી જો, ડરી જનમ મરણ કેરા દુ:ખથી જો

લેને નામ નારાયણ મુખથી જો, ડરી જનમ મરણ કેરા દુ:ખથી જો-ટેક
           ડર રાખી ભજ ભગવાનને જો, ગાને હેતે ગોવિંદ ગુણગાનને જો-લેને૦ ૧
નથી સુખ ત્રિયા ધન રાજમાં જો, સુખ મળે સંતના સમાજમાં જો-લેને૦ ૨
           સંત આપી સત્ય ઉપદેશને જો, ભેટાડે સ્વયં અક્ષરાધીશને જો-લેને૦ ૩
રાત દિન કરતાં નિજ કામને જો, લેને મુખે નારાયણ નામને જો-લેને૦ ૪
           દાસ હરિનો નાથ દુ:ખ કાપશે જો, પ્રીતે વાસ અક્ષરધામ આપશે જો-લેને૦ ૫

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026