Logo image

પ્રીતે ભજ પ્રગટ ભગવાન જો, તજી ઉર થકી મદ અભિમાન જો

પ્રીતે ભજ પ્રગટ ભગવાન જો, તજી ઉર થકી મદ અભિમાન જો-ટેક
         અભિમાન મેલીને રાજા ભરથરી જો, ભજ્યા પ્રભુ રાજ છાજ પરહરી જો-પ્રી૦ ૧
ચિત્રકેતુ તજી કરોડ નારને જો, તજી કુળ કુટુંબ પરિવારને જો-પ્રી૦ ૨
         બાજંદાને બોધ અતિ લાગિયો જો, અચાનક વૈભવ એણે ત્યાગિયો જો-પ્રી૦ ૩
તજી ગોપીચંદે રાણી પિંગળા જો, થઈ જોગી વસ્યા જઈ વેગળા જો-પ્રી૦ ૪
         બાળપણે ભજ્યા ધ્રુવે શ્યામને જો, દાસ હરિ કે રાખ્યું અચળ નામને જો-પ્રી૦ ૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ઉપદેશ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026