મુખ્ય સામગ્રી પર જાઓ

સુણસાહેલી, વેરણ થઇ વાંસે પડી છે વાંસળી

સુણસાહેલી, વેરણ થઇ વાંસે પડી છે વાંસળી;
આવી અંતરમાં, પરાણે પેસે છે ભેદી પાંસળી...સુણટેક
વાંસ જાતિરે નારી વનની,
ચોર પ્રસિદ્ધ છે મારા મનની,
         સુધ રહેવા નથી દેતી તનની...સુણ સાહેલી૧
બંસી વેરણને કોઇ વારો,
લેશે જરૂર જીવડલો મારો;
         સુણી સંસારીડો થયા છે ખારો...સુણ સાહેલીર
બોલે ઘેરે સ્વરે ઘણી સ્વાદુ,
ભણે મંત્ર જંતરમાંહી જાદુ;
         મોભ મુનિવર સુણી એનો જાદુ...સુણ સાહેલી૩
મળી મોહનનેમુખે જઇને,
પીવે અધરામૃત એ લઇને;
          ભૂમાનંદ કહે શોકય સામી થઇને...સુણ સાહેલી૪
 
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026