મુખ્ય સામગ્રી પર જાઓ

વારી જાઉં બંસી, વાલાને શું કર્યું તે કહેને મુજને

વારી જાઉં બંસી, વાલાને શું કર્યું તે કહેને મુજને;
         પ્રાણથી પ્યારી, કરીને રાખી રહ્યો છે તુજને. વારી ટેક
જેને નિગમ નેતિ કહી ગાવે,
મહાજોગીના ધ્યાનમાં નાવે;
         તે અધર સુધા તુજને પાવે, વારી જાઉં. ૧
જેનાં ચરણ સરોજ કમલા સેવે,
શિવ સરખા લખી ઉરમાં લેવે,
         તે તુંને ચુંબન કરવા દેવે, વારી જાઉં. ર
શુક સનકાદિક જેવા જોગી,
પદ પંકજ મકરંદના ભોગી;
         સેવે મધુકર થઇ મોચનરોગી, વારી જાઉં. ૩
એ વડે અતિ મોટપ આવી,
ત્રિલોકીમાં તું થઇ આવી;
         ભૂમાનંદને વાલે વજાવી, વારી જાઉં. ૪
 
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026